Connect Gujarat
ગુજરાત

અંબાજી : વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠમાં દર્શન માટે સરકાર અને ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો રદ્દ, દર્શન કરવા સરકાર અને ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા, કોવિડ નિયમ મુજબ દર્શન કરી શકશે ભાવિકો.

X

આ વર્ષે પણ કોરોના મહામારીને ધ્યાને લેતા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની મંજૂરી આપવામાં આવી નથી. જોકે, ભાવિકો દર્શન કરી શકે તે માટે અલગ અલગ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

અંબાજી આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા મહાતવાના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બોડી વોર્ન કેમેરામાં હાઈ રીઝોલ્યુશન યુક્ત ઓડિયો તેમજ વીડીયો ક્લાઉડ બેઝ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે, તો સાથે જ યાત્રિકો માટે પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

અંબાજીમાં આવતા માઇભક્તોની સુરક્ષા માટે વિશ્વની ઉચ્ચકક્ષાની આધુનિક ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અત્યંત આધુનિક ટેકનોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવી છે. જેમાં અદ્યતન ટેકનોલોજી યુક્ત બોડી વોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

તો બીજીબાજુ અહીં યાત્રિકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોવાથી કોવિડ પ્રોટોકોલ મુજબ દરેક વ્યવસ્થા કરવામાં આવી છે.

Next Story