Connect Gujarat
ગુજરાત

અંબાજી મંદિર પ્રસાદના ઘીના સેમ્પલ પૃથક્કરણમાં ફેલ, સાબર ડેરીએ નોંધાવી મોહિની કેટરર્સ વિરુદ્ધ ફરિયાદ

ભાદરવી પુનમના મેળામાં પ્રસાદ બનાવવામાં ભેળસેળ યુક્ત ઘીનો વપરાશ કરવામાં આવ્યો હતો, ત્યારે બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

X

પ્રસાદના ઉપયોગમાં લેવાયેલ ઘીના સેમ્પલ પૃથક્કરણમાં ફેલ

સાબરડેરીના માર્કાવાળું પેકિંગ હોવાથી ડેરીએ નોંધાવી ફરિયાદ

અંબાજી પોલીસ મથકે મોહિની કેટરર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાય

કેટરર્સ દ્વારા ઘી ક્યાંથી ખરીદી કરાયું તે દિશામાં તપાસ શરૂ

અંબાજી ખાતે યોજાયેલ ભાદરવી પુનમના મેળા દરમ્યાન પ્રસાદમાં ઉપયોગમાં લેવાયેલ ઘીના સેમ્પલ પૃથક્કરણમાં ફેલ થયા હતા. જેમાં ઘીનું પેકિંગ સાબરડેરી અને અમૂલ ડેરીના માર્કાવાળું હતું, જેને લઈને સાબરડેરી દ્વારા અંબાજી પોલીસ મથકમાં મોહિની કેટરર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અંબાજી ખાતે યોજાયેલ ભાદરવી પુનમના મેળામાં પ્રસાદ બનાવવામાં ભેળસેળ યુક્ત ઘીનો વપરાશ કરવામાં આવ્યો હતો, ત્યારે બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ ફૂડ વિભાગના પૃથક્કરણ દરમિયાન ફેલ થયા હતા. બાદમાં ફૂડ વિભાગ દ્વારા સાબરડેરીને નોટિસ પાઠવવામાં આવી હતી,

ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સાબરડેરીના ક્વોલિટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે, સાબરડેરી અને અમૂલ ડેરીના બ્રાન્ડના ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની બનાવટ સાબરડેરીની નહોતી. જે મામલે સાબરડેરી દ્વારા અંબાજી પોલીસ મથકમાં મોહિની કેટરર્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે, હાલમાં મોહિની કેટરર્સ દ્વારા ઘી ક્યાંથી ખરીદી કરવામાં આવ્યું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ સાબરડેરી દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે, સાબરડેરી અને અમૂલ ડેરીના ઓથોરાઇઝ ડીલર પાસેથી ઘી ખરીદી કરવામાં આવે, જેના કારણે લોકોને યોગ્ય ગુણવત્તા યુક્ત ઘી મળી રહે.

Next Story