પવનના સુસવાટા વચ્ચે રાજ્યભરમાં જામ્યું કાતિલ ઠંડીનું સામ્રાજ્ય, હજી 3 દિવસ પડશે ઠંડી : હવામાન વિભાગ

ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી હાડ થીજાવતી ઠંડી યથાવત્ રહી છે.

New Update
પવનના સુસવાટા વચ્ચે રાજ્યભરમાં જામ્યું કાતિલ ઠંડીનું સામ્રાજ્ય, હજી 3 દિવસ પડશે ઠંડી : હવામાન વિભાગ

નવા વર્ષથી રાજ્યમાં ઠંડીએ માહોલ જમાવ્યો છે, ત્યારે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેમાં પણ આજે વહેલી સવારથી જ પવનના સુસવાટા સાથે હાડ થીજાવતી ઠંડી પડતાં હજી રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ઠંડીનો ચમકારો રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી હાડ થીજાવતી ઠંડી યથાવત્ રહી છે. રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું છે, જ્યારે રાજ્યના સૌથી ઠંડુંગાર નગર નલિયામાં 8.1 ડીગ્રી રહ્યું છે. રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ સુધી ઠંડીમાં ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. વહેલી સવારથી જ સુસવાટા મારતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ઠંડીની રાજધાની નલિયા જ રહ્યું છે, જ્યારે ગાંધીનગરમાં 10.5 ડીગ્રી, ડીસામાં 10.6 ડીગ્રી, ભુજમાં 11.2 ડીગ્રી, વડોદરામાં 11.6 ડીગ્રી અમદાવાદમાં 12.1 ડીગ્રી, રાજકોટમાં 12.5 ડીગ્રી અને સુરતમાં 14.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.