74મા ગણતંત્ર દિવસે રાષ્ટ્રીય પરેડની ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો ''પીપલ્સ ચોઈસ એવોર્ડ''માં અવ્વલ ક્રમે...

2023ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના 17 રાજ્યો તથા 6 મંત્રાલયો મળીને કુલ 23 ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.

New Update
74મા ગણતંત્ર દિવસે રાષ્ટ્રીય પરેડની ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો ''પીપલ્સ ચોઈસ એવોર્ડ''માં અવ્વલ ક્રમે...

પીએમ નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને પુનઃ પ્રાપ્ય ઊર્જાના વધુને વધુ ઉપયોગથી સ્વચ્છ અને હરિત ઊર્જાના વિનિયોગ પ્રેરણા આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક માર્ગદર્શનમાં ગુજરાતે વડાપ્રધાનની આ પ્રેરણા ઝિલી લઇને ‘‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’’ થીમ આધારિત ઝાંખી 74મા ગણતંત્ર દિને નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરી હતી.

74મા પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર રજુ થયેલી 17 રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરેલ ટેબ્લો ‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’ને પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરના રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે.


2023ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના 17 રાજ્યો તથા 6 મંત્રાલયો મળીને કુલ 23 ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે આ વર્ષની પરેડમાં ક્લીન અને ગ્રીન એનર્જી યુકત ગુજરાતની ઝાંખી દર્શાવતો ટેબ્લો પ્રસ્તુત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દિશા દર્શનમાં ગુજરાતે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો, સૌર-પવન ઊર્જા મહત્તમ ઉપયોગ થી ક્લીન ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઉપયોગનો ધ્યેય સફળતાપૂર્વક પાર પાડ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ દરમિયાન એશિયાનો પ્રથમ સોલાર પાર્ક પાટણના ચારણકા ખાતે સ્થાપ્યો હતો. માત્ર એટલું જ નહીં ક્લાયમેટ ચેન્જ વિભાગ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય પણ ગુજરાત બન્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં કચ્છ ખાતે દુનિયાનો સૌથી મોટો હાઇબ્રીડ રિન્યુબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. રિન્યુએબલ એનર્જી હાર્નેસ કરવાની દિશામાં ગુજરાતની આ બેજોડ ઉપલબ્ધિને આ વખતની ૨૬મી જાન્યુઆરીની પરેડમાં ઝાંખી-ટેબ્લોના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવી હતી.

આ ટેબ્લોમાં કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, BESS (Battery Energy Storage System) મારફતે દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઉર્જા મેળવતું મોઢેરા ગામ, PM KUSUM યોજના મારફત સોલાર રૂફ ટોપથી ઉર્જાથી ખેડૂતોને ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉત્પાદનથી રાજ્યમાં થયેલી સુખદ ઉર્જા ક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી હતી.

Latest Stories