અમરેલી :  લાઠીના પીપળવા ગામે સામાન્ય બાબતે જુથ અથડામણમાં 10 લોકોને ઇજા

પીપળવા ગામે સામાન્ય બાબતે બે જૂથોએ ધારીયા અને કુહાડી જેવા હથિયારો વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં લગભગ 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી

New Update
  • લાઠીમાં જૂથ અથડામણથી ચકચાર

  • કચરો નાખવાની બાબતે સર્જાઈ અથડામણ

  • ધારિયા,કુહાડી જેવા હથિયારોથી કરાયો હુમલો

  • અથડામણમાં 10 લોકો થયા ઇજાગ્રસ્ત

  • પોલીસે શરૂ કરી તપાસ  

અમરેલી જિલ્લામાં જુથ અથડામણની ઘટના પ્રકાશમાં આવી છે. લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે સામાન્ય બોલાચાલી માંથી બે જૂથ સામસામે આવી ગયા હતા. આ જુથ અથડામણમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે સામાન્ય કચરો ફેંકવાની બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. ગામના બંને જૂથોએ ધારીયા અને કુહાડી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં લગભગ 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂથ અથડામણને કારણે ગામમાં તંગદિલી સમાન વાતાવરણ બની ગયું હતું,અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.