Connect Gujarat
ગુજરાત

અમરેલી:એક જ આંબા પર પાકે છે અલગ અલગ 14 જાતની કેરી,કૃષિ વૈજ્ઞાનિકો પણ અચંબામાં

ઉકાભાઈએ કરેલો આ પ્રયોગ સફળ પણ થયો અને હાલ એક જ આંબાના જાડ પર અલગ અલગ 14 જાતની કેરી આવવા લાગી છે

X

અમરેલી જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાના ઘરમાં એક આંબા પર કલમની મદદથી અલગ અલગ 14 પ્રકારની કેરી તૈયાર કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ આંબા પર બારેમાસ કેરી આવે છે. અમરેલી જિલ્લાના ધારી તાલુાકના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીના આંગણામાં એક આંબો આવેલો છે. ઉકાભાઈએ પોતાના શોખના કારણે અલગ અલગ રાજ્યોમાં અલગ જાતની કેરીની કલમ લાવ્યા હતા અને એક જ આંબા પર કલમો ચડાવી હતી.

ઉકાભાઈએ કરેલો આ પ્રયોગ સફળ પણ થયો અને હાલ એક જ આંબાના જાડ પર અલગ અલગ 14 જાતની કેરી આવવા લાગી છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ કેરી બારેમાસ આવે છે. દેશી આંબાના વૃક્ષ પર કલમો ચડાવીને આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન, નીલ, ફાગુન, સુંદરી, બનારસી, લંગડો, કેસર, દાડમીયો, ગુલાબીયો, કનોજીયો, દૂધપેડો અને ખોડી નામની કેરીઓની જાત વિકસાવી છે. થોડા વર્ષો પહેલા ઉકાભાઈ મહારાષ્ટ્ર ગયા હતા ત્યારે અમૂક જાતની કેરીઓ વિકસાવવાનો વિચાર આવ્યો હતો અને આ વિચારને સાર્થક કરવા માટે પોતાના આંગણામાં આવેલા દેશી આંબા પર પ્રયોગ કર્યો હતો જે સફળ પણ થયો છે.

Next Story