અમરેલી : જાપાનના સુમો પહેલવાનની યાદ અપાવતો ખીચા ગામનો 140 કિલો વજનનો "સાગર"

અમરેલી જિલ્લાના એક ગામમાં નાનકડા બાળકનું વજન 140 કિલોગ્રામ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

New Update
અમરેલી : જાપાનના સુમો પહેલવાનની યાદ અપાવતો ખીચા ગામનો 140 કિલો વજનનો "સાગર"

અમુક ઘટનાઓ કુદરતી રીતે આકાર લેતી હોય છે, જેમાં અકલ્પનિય અથવા તો વિશ્વાસ ન આવે તેવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે અમરેલી જિલ્લાના એક ગામમાં નાનકડા બાળકનું વજન 140 કિલોગ્રામ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જુઓ અમારો વિશેષ અહેવાલ...

ધારી-ગીર પંથકના ખીચા ગામમાં એક નાનકડા બાળકનું વજન 140 કિલોગ્રામ હોય એ વાત કદાચ આપને ગળે ઉતરે નહિ. પણ 13 વર્ષના સાગર નામના બાળકનું 140 કિલો વજન છે તે વાત સાચી છે. નાનપણથી જ સાગરની અનોખી ભોજન શક્તિએ તેને મુશ્કેલીમાં મુકી દીધો છે. જેના કારણે સાગર જેમજેમ મોટો થતો ગયો તેમતેમ તેની ઉમરની સાથે તેનું વજન પણ અતિશય વધતું ગયું. ખીચા ગામમાં સાવ ગરીબ પરિવારમાં જન્મેલો અને હાલ 13 વર્ષના સાગરનું વજન 7 મણ જેટલું છે. આપને જણાવી દઈએ કે, 7 મણ એટલે 140 કિલો જેટલો વજન થાય. જીહા, આપને હવે આશ્વર્ય લાગશે 13 વર્ષના નાના બાળકનું વજન આટલું બધુ કેવી રીતે હોય શકે..!

દારુણ પરિસ્થિતિમાં રહેતો ગરીબ પરિવાર કાળી મજૂરી કરીને પરિવારનું માંડ માંડ ગુજરાન ચલાવે છે. પણ જન્મ થયે જ આ બાળકનું હેવી હાઈટ બોડી જોનારાઓની આંખો ચાર કરી નાખે છે. સાગર જમવામાં 7 રોટલા આરોગે છે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતી સારી ન હોવાથી તેનું વજન ઓછું કરવું પણ એક પ્રશ્ન છે. આર્થિક સ્થિતિ નબળી અને બાળકની આ અનોખી બીમારીથી પરિવાર પર આફત આવી ગઇ છે. મજુરીકામ કરતા પરિવારે સરકાર તરફ મીટ માંડી છે અને સરકાર કંઇક મદદ કરે તેમ ઇચ્છી રહ્યાં છે. પરિવારે સાગરનું વજન ઘટાડવામાં હવે સરકાર કઈક સહયોગ આપે તેવી પણ માંગ કરવામાં આવી છે. જોકે, સાગરનું વજન 140 કિલો હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતાં આસપાસના લોકો પણ આ બાળકની હેવી હાઈટ બોડી જોવા માટે આવી રહ્યા છે. સાગરના શરીરનું કદ અને વજન જોઈ લોકો પણ ઘણું આશ્વર્ય પામે છે.

Latest Stories