અમરેલી : ગેર’કાયદે સિંહ દર્શન કરાવવા 3 શખ્સોને ભારે પડ્યું, વન વિભાગે કરી ધરપકડ...

ગીર પૂર્વના સરસીયા રેંજ વિસ્તારોમાં સિંહોનો દબદબો છે, ત્યારે કેટલાક શખ્સો ગેર’કાયદે સિંહ દર્શન કરાવતા હોય છે

New Update
અમરેલી : ગેર’કાયદે સિંહ દર્શન કરાવવા 3 શખ્સોને ભારે પડ્યું, વન વિભાગે કરી ધરપકડ...

અમરેલી જિલ્લો એટલે સિંહોનું સામ્રાજ્ય અને સિંહોના સામ્રાજ્યમાં સિંહોની પજવણી અને સિંહ દર્શનની ઘેલછાઓથી સિંહોની માઠી દશા બેઠી હોય, ત્યારે ધારી-ગીર પૂર્વના વન વિભાગ દ્વારા પજવણીખોરોને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો અમરેલી જિલ્લાના ધારી-ગીર પૂર્વના સરસીયા રેંજ વિસ્તારોમાં સિંહોનો દબદબો છે, ત્યારે કેટલાક શખ્સો સિંહ દર્શન કરતાં હોવાની બાતમીના આધારે વન વિભાગે ધારીના ખિચા ગામના અશ્વિન ડાભી, હરપાલ વાળા અને જીરા ગામના જયદીપ ખાચર નામના 3 શખ્સોને ગેર કાયદેસર સિંહ દર્શન કરાવતા ઝડપી પાડવામાં આવ્યા હતા, ત્યારે સિંહ પજવણી ખોરોને ઝડપીને મોબાઈલની તપાસ કરતા અન્ય યુવાનો પણ સિંહ દર્શન કરતા હોય તેવા વિડીયો મળ્યા હતા. જુદા જુદા કાર ચાલકોને સિંહ દર્શન કરાવી રહ્યા હોવાનું જાણવા મળતાં સિંહ પજવણી ખોરો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Latest Stories