રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર એક્શનમાં, અમરેલી તંત્ર દ્વારા સરદાર કોમ્પ્લેક્ષની 350 દુકાનો સીલ મારી

ફાયર સેફટીના બાબતે તંત્રએ નોટીસ ઠપકારી હતી પરંતુ તેની અવગણના કરવામાં આવતા એક્શન લેવામાં આવ્યું હતું શહેરના જિલ્લા પંચાયત રોડ પર આવેલ સરદાર કોમ્પલેક્ષમાં 350 દુકાન છે

New Update

રાજકોટ અગ્નિકાંડના પડઘા ચારેબાજુ પડ્યા છે જેને પગલે ઠેર ઠેર તંત્ર દ્વારા ફાયર સેફ્ટીને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહો છે ત્યારે અમરેલીમાં પણ સરદાર કોમ્પલેક્ષને સીલ મારી દેવામાં આવ્યું છે

ફાયર સેફટીના બાબતે તંત્રએ નોટીસ ઠપકારી હતી પરંતુ તેની અવગણના કરવામાં આવતા એક્શન લેવામાં આવ્યું હતું શહેરના જિલ્લા પંચાયત રોડ પર આવેલ સરદાર કોમ્પલેક્ષમાં 350 દુકાન છે

અમરેલી જિલ્લામા છેલ્લા દસેક દિવસથી ફાયર એનઓસીના મુદે જુદાજુદા સ્થળે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે જેના ભાગરૂપે આજે જિલ્લા પંચાયત રોડ પર આવેલ 350 દુકાન ધરાવતા સરદાર કોમ્પલેક્ષને સીલ મારી દેવાયુ હતુ.

અમરેલીના જુના માર્કેટીંગયાર્ડના પરિસરમા આવતા જિલ્લા પંચાયત રોડ પરના આ સરદાર કોમ્પલેક્ષના દુકાનદારોને અગાઉ તંત્ર દ્વારા નોટીસ આપવામા આવી હતી અને ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા તાકિદ કરવામા આવી હતી. તેમ છતા દુકાનદારોએ તેની અવગણના કરી હતી જેને પગલે આજે ફાયર ઓફિસર એચ.સી.ગઢવી તેની ટીમ સાથે જિલ્લા પંચાયત રોડ પર પહોંચ્યા હતા અને આ બિલ્ડીંગની તમામ 350 દુકાનોને સીલ મારી દેવામા આવ્યું હતુ અને કોમ્પલેક્ષના તમામ મુખ્ય દરવાજાઓને પણ સીલ મારી દેવામા આવ્યુ હતુ. ત્રણ માળના આ કોમ્પલેક્ષને સીલ મારવામા આવતા વેપારીઓ હાંફળા ફાંફળા બન્યા હતા

#દુકાનો સીલ #સરદાર કોમ્પ્લેક્ષ #અમરેલી #રાજકોટઅગ્નિકાંડ
Here are a few more articles:
Read the Next Article