અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મ પુરસ્કૃત મહાનુભાવોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. જેમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિતર રહ્યા હતા.
દરવર્ષે ગણતંત્ર દિવસે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. જેમાં દેશભરમાંથી વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓની પસદગી કરવામાં આવે છે. જેમાંથી કુલ 8 લોકો ગુજરાતી છે, જેઓને કાળા, તબીબી, સાહિત્ય અને પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં પદ્મ પુરસ્કાર મળ્યા છે. ભારત સરકાર દ્વારા અપાતા પદ્મ પુરસ્કારો એ ભારત રત્ન બાદ દેશના સૌથી મોટા સન્માન છે, ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ખાતેની હેતની હવેલીમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પદ્મ પુરસ્કૃત મહાનુભાવોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દેશભરમાંથી 75 જેટલા પદ્મ પુરસ્કૃત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજી ધોળકિયાના હરિકૃષ્ણ ગ્રુપ દ્વારા આયોજિત પદ્મ પુરસ્કૃત મહાનુભાવોના સંમેલન દરમ્યાન દેશ સેવામાં સમર્પિત મહાનુભાવો સાથે વિશેષ સંવાદ બેઠક યોજાય હતી.