Connect Gujarat
ગુજરાત

અમરેલી : દિવ્યાંગ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા પથ્થર મારી હત્યા, હત્યારાની ધરપકડ...

બગસરા ગામની સીમમાંથી છોટા ઉદેપુરના દિવ્યાંગ યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

અમરેલી જિલ્લાના બગસરા ગામની સીમમાંથી છોટા ઉદેપુરના દિવ્યાંગ યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના બગસરા ગામની સીમમાં અવાવરૂ જગ્યાએથી છોટા ઉદેપુરના 18 વર્ષીય પ્રકાશ રાઠવા નામના દિવ્યાંગ યુવકનો હત્યા કરી ફેંકી દેવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે મોબાઇલ અને સીસીટીવીના આધારે હત્યાનો ભેદ ઉકેલવા મથામણ શરૂ કરી હતી. CCTV ફૂટેજના માધ્યમથી અમરેલી LCBને બગસરા પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે. LCB પોલીસે મુકેશ ચારોલાની ધરપકડ ધરપકડ કરી છે. જેમાં યુવકને માથાના ભાગે પથ્થરો મારી ગંભીર ઈજાઓ કરી હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. છોટા ઉદેપુરનો યુવક બગસરાથી અમરેલી જવા બસની રાહ જોઈ ઊભો હતો, ત્યારે હત્યારાએ તેની સાથે ઓળખાણ કરી તેને અવાવરૂ જગ્યા પર લઈ ગયો હતો, જ્યાં તેના સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા આરોપીએ બળજબરી કરી હતી. જપાજપી દરમ્યાન હત્યારાએ યુવકને માથાના ભાગે પત્થરો મારી હત્યા કરી તેના પાસે રહેલ મોબાઈલ અને 500 રૂપિયા લઈ ભાગી ગયો હતો. સમગ્ર અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે વધુ માહિતી આપી હતી.

Next Story