/connect-gujarat/media/post_banners/6d127aebb67ad2cbed064c99f002405880e64df57c7024bafd31be8a38d4e10e.jpg)
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકમાં આવેલ લાપાળા ડુંગરના જંગલ વિસ્તારામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોડી સાંજે લાગેલી આ આગ હાલ ડુંગર પર ફેલાઈ ચુકી છે. સ્થાનિક લોકો આગ પર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ કરી રહ્યા છે.
ગુજરાતના સિંહોનું ઘર એવા મિતિયાલા અભ્યારણ્યની બોર્ડર નજીક આવેલા લાપાળા ડુંગર વિસ્તારમાં લાગેલી આ આગ 250 વિઘા જેટલા વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આ વિકરાળ આગમાં જંગલની વનરાજીનો મોટા પ્રમાણમાં નાશ થયો છે. આગ એટલી વિકારળ છે કે, દૂર સુધી તેની જ્વાળાઓ દેખાઈ રહી છે. આ સાથે આગ પર જલ્દી કાબૂ નહી મેળવાય તો આગ મિતિયાલા અભ્યારણ્ય સુધી પહોંચવાનો ખતરો પણ છે. હાલ સ્થાનિક લોકો આગ પર પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, તેમણે વન વિભાગને જંગલમાં આગ લાગવાની ઘટનાની જાણ પર કરી છે થતાં હજી કોઈ આગ બુઝાવવા માટે આવ્યું નથી. આગ કઈ રીતે લાગી એ પણ એક તપાસનો વિષય બન્યો છે.