/connect-gujarat/media/post_banners/4e10e480f59c337b22e1132f502b4022ec8cd519d4fbf6f6404481918fb1390d.jpg)
અમૃતનગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો ત્રસ્ત
મહિલાઓનું નગરપાલિકા કચેરીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન
લગ્ન સમયે ગવાતા ફટાણા ગાઈને અનોખો વિરોધ કર્યો
અમરેલી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરજનોને આપવામાં આવતી પ્રાથમિક સુવિધામાં પાલિકા નિષ્ફળ નીવડી હોવાનો ઘાટ ઘડાયો હોય તેવું ફલિત થઈ રહ્યું છે, ત્યારે શહેરના વોર્ડ નંબર 11માં આવેલ અમૃતનગરમાં બિસ્માર રોડ-રસ્તા અને વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં સ્થાનિકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે.
તેવામાં પાલિકા તંત્રમાં સ્થાનિકોની વારંવારની રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિક મહિલાઓ રોષે ભરાય હતી. અમૃતનગર સ્થાનિક મહિલાઓએ પાલિકા કચેરી ધસી આવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં લગ્ન સમયે ગવાતા ફટાણા ગાઈને મહિલાઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. તો બીજી તરફ, લગ્ન-ફટાણા ગવાતા પાલિકા શોભજનક સ્થિતિમાં મુકાયું હતું.