અમરેલી: સાધ્વીની હત્યા કરનાર આરોપી ઝડપાયો,આશ્રમની જમીન પચાવી પાડવા રચ્યું હતું ષડયંત્ર

રાજુલા તાલુકાના ખાખબાઈ ગામમાં આશ્રમની જમીન પચાવી પાડવા મામલે સાધ્વીની છરી જેવા તીક્ષણ હથિયારીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી

New Update
અમરેલી: સાધ્વીની હત્યા કરનાર આરોપી ઝડપાયો,આશ્રમની જમીન પચાવી પાડવા રચ્યું હતું ષડયંત્ર

અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ખાખબાઈ ગામમાં આશ્રમની જમીન પચાવી પાડવા મામલે સાધ્વીની છરી જેવા તીક્ષણ હથિયારીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમરેલી જિલ્લાના રાજુલા શહેર થી 2 કિમિ દૂર આવેલ ખાખબાઈ ગામ નજીક આવેલ આશ્રમમાં સાધ્વી તરીકે રેખા મેર નામની મહિલા માતાજીની સેવા પૂજા અર્ચના કરતી હતી અને અહીં આશરે 20 વર્ષથી આશ્રમ ચલાવતી હતી સાથે અહીં આશ્રમમા શિષ્ય સેવક તરીકે રહેતા અરવિંદ ડાભીના મનમા જમીન પચાવી પાડવાની લાલચ જાગતા તેણે સાધ્વી રેખાબહેન પાસે જમીન માંગી હતી જો કે સાધ્વીએ જમીન આપવાની ના કહેતા આરોપીએ તેમની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું અને 21 નવેમ્બરની સાંજે આશ્રમમાં આવીને સાધ્વી પર તિક્ષણ હથિયારથી હુમલો કરી તેમની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોધાયા બાદ આતપાસનાઓ ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે હહત્યારા અરવિંદ ડાભીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories