Connect Gujarat
ગુજરાત

અમરેલી : કેન્ડી ખાધા બાદ લુણીધાર ગામના 24 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, સારવાર હેઠળ ખસેડાયા...

અમરેલી જિલ્લાના લુણીધાર ગામમાં કેન્ડી ખાધા બાદ ફ્રૂડ પોઈઝનિંગ થતા 24 લોકોને સારવાર અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

X

અમરેલી જિલ્લાના લુણીધાર ગામમાં કેન્ડી ખાધા બાદ ફ્રૂડ પોઈઝનિંગ થતા 24 લોકોને સારવાર અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ લોકો ઠંડા પીણા, આઈસ્ક્રીમ, કેન્ડી તેમજ બરફ ગોળા ખાવા લારીઓ પર ઉમટી પડતા હોય છે, ત્યારે અમરેલીના લુણીધાર ગામમાં કેન્ડી ખાધા બાદ 24 જેટલા લોકોને ફ્રૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જોકે, ફ્રૂડ પોઈઝનિંગ થતાં તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, 24 લોકોને બપોરે કેન્ડી ખાધા બાદ રાત્રિના સુમારે અચાનક તબીયત લથડતા દોડધામ થઈ જવા પામી હતી. જોકે, તમામ લોકોની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે, જ્યારે કેટલાક લોકોની તબિયત સુધારા પર આવતા હોસ્પિટલમાંથી રજા આપી હોવાની માહિતી મળી રહી છે.

Next Story