Connect Gujarat
ગુજરાત

અમરેલી : તમામ ગામના સરપંચોએ પડતર પ્રશ્ને તંત્રને આપ્યું આવેદન પત્ર, સાંભળો શું કહી રહ્યા છે સરપંચો..!

પંચાયતને લગતા વિવિધ પશ્નોને લઈને જીલ્લા વિકાસ અધિકારીને પણ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી

X

જિલ્લાના તમામ ગામના સરપંચોએ તંત્રને આપ્યું આવેદન પત્ર

પોતાની પડતર માંગણીઓને શંતોષવા સરપંચો દ્વારા કરાય માંગ

જીલ્લા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર આપી કરાય રજૂઆત

અમરેલી જિલ્લાના તમામ ગામના સરપંચોએ જીલ્લા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર આપી પોતાની પડતર માંગણીઓ શંતોષવા માંગ કરી હતી. અમરેલી જિલ્લાના તમામ ગામના સરપંચો જીલ્લા પંચાયત કચેરી ખાતે પહોચ્યા હતા, જ્યાં તેઓએ પોતાના પડતર પ્રશ્નોની માંગણીઓને શંતોષવા માંગ કરી હતી. જેમાં પ્રાઇશા સોફ્ટવેર, જેમ્સ પોર્ટલ, એસ.ઓ.આર. રેટ તેમજ તલાટી કમ મંત્રીની તાત્કાલિક ભરીતી કરવામાં આવે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ સાથે જ પંચાયતને લગતા વિવિધ પશ્નોને લઈને જીલ્લા વિકાસ અધિકારીને પણ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કામોમાં અગવડતાને લઈને સરપંચો દ્વારા રજૂઆતો કરાય હતી, ત્યારે તમામ ગામના સરપંચોની માંગને વહેલી તકે શંતોષવામાં આવે તે માટે વહીવટી તંત્ર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી.

Next Story