Connect Gujarat
ગુજરાત

અમરેલી : રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાય, જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા...

અકસ્માતની ઘટનાઓને નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2024 અંતર્ગત સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

X

અમરેલી જિલ્લામાં રોડ અકસ્માતની ઘટનાઓને નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2024 અંતર્ગત સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લામાં રોડ અકસ્માતની ઘટનાઓને નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા તા. 15-01-2024થી 14-02-2024 સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2024 અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંગે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વધતાં અકસ્માતની ઘટના નિવારવા વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ, કાયદાનું પાલન કરતા વાહનચાલકોને આરટીઓ અધિકારી અને પોલીસ દ્વારા ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સડક સપ્તાહ સાથે સાથે મતદાર જાગૃતિ અંગે પણ લોકોને માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વાહનચાલકો અને વિદ્યાર્થીઓએ અક્સ્માતની ઘટનાઓને નિવારવા શપથ લીધા હતા.

Next Story