Connect Gujarat
ગુજરાત

અમરેલી: સહકારી આગેવાન દિલિપ સંઘાણી બન્યા ઇફકોના ચેરમેન,વતનમાં કરાયું ભવ્ય સ્વાગત

વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના વડા તરીકે દિલીપ સંઘાણીને ઇફકોના બોર્ડ દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે

X

વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના વડા તરીકે દિલીપ સંઘાણીને ઇફકોના બોર્ડ દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે અને દિલીપ સંઘાણીના શીરે ઇફકોના ચેરમેનપદનો તાજ મુકાતા અમરેલી જિલ્લા સહિત ગુજરાતભરમાં હરખની હેલી ચડી છે

ઇન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કોર્પોરેશન લીમીટેડ (ઇફકો)ના ચેરમેન બલવીંદરસિંહ નકઇનું નિધન થયું હતુ અને વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન બન્યા હતા આજે ઇફકોના બોર્ડની બેઠક દિલીપ સંઘાણીની અધ્ક્ષતામાં યોજાઇ હતી જેમા દિલીપ સંઘાણીએ સ્વ. નકઇને શ્રધ્ધાંજલી અપર્ણ કરી હતી દુનિયાની સૌથી મોટી સહકારી સંસ્થાના વડાની ખુરશીમાં અમરેલીના પુત્ર બીરાજમાન થતા અમરેલી અને ગુજરાતના ઇતિહાસમાં માઇલસ્ટોન જેવી ઘટના બની છે.દિલીપ સંઘાણીએ રાજય સરકારમાં એક સાથે બાર બાર મહત્વના વિભાગોના કેબીનેટમંત્રી તરીકે જવાબદારી સફળતાથી અદા કરી હતી અને ફરીથી તેમણે મહત્વનુ પદ આપવામાં આવ્યું છે ત્યારે આજે તેઓ અમરેલી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

Next Story
Share it