અમરેલી:બાબરાના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરાએ સરદાર પટેલની જન્મ જયંતિની કરી અનોખી ઉજવણી, જુઓ શું રાખ્યો ધ્યેય

સરદાર પટેલની નામના રોશન કરવા 2025 સુધીમાં સરદાર પટેલના 8 ફૂટનું સ્ટેચ્યુ ભારત દેશના 5 હજાર ગામડાઓમાં સ્થાપિત કરવાનો ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે.

New Update
અમરેલી:બાબરાના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરાએ સરદાર પટેલની જન્મ જયંતિની કરી અનોખી ઉજવણી, જુઓ શું રાખ્યો ધ્યેય

અમરેલી જિલ્લાના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તપરા દ્વારા સરદાર પટેલની નામના રોશન કરવા 2025 સુધીમાં સરદાર પટેલના 8 ફૂટનું સ્ટેચ્યુ ભારત દેશના 5 હજાર ગામડાઓમાં સ્થાપિત કરવાનો ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે.

લોખંડી પુરુષ તરીકે ખ્યાતિ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલને આજના યુગની નવી પેઢીને સરદાર પટેલ શું હતા અને સરદાર પટેલની વૈશ્વિકતા દેશ લેવલે વધુ સ્થાપિત થાય અને દુનિયાભરમાં સરદાર પટેલની નામના રોશન કરવા 2025 સુધીમાં સરદાર પટેલના 8 ફૂટનું સ્ટેચ્યુ ભારત દેશના 5 હજાર ગામડાઓમાં સ્થાપિત કરવાનો ધ્યેય કરેલ ખેડૂત અને સુરતના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તપરા દ્વારા સ્વ.ખર્ચે બીડું ઉપાડ્યું હતુ.અને આજે ગામડાઓના સરપંચોને બોલાવીને સરદાર પટેલના સ્ટેચ્યુ અનાવરણ કરી સોંપવામાં આવ્યા હતા.