અમરેલી : રામ-રાવણ વચ્ચે યુદ્ધના દ્રશ્યો ઊભા કરી દશેરાની અનોખી રીતે ઉજવણી કરતું બાબરાનું મહાકાળી મંડળ

યુદ્ધમાં રામ-રાવણ અને હનુમાનજી સહીત 20થી વધું લોકોનું મંડળ પાત્રો ભજવે છે. શહેરમાં દશેરાના દીવસે રામ-રાવણના યુદ્ધ બાદ બજારો ખોલવામાં આવે છે

New Update
અમરેલી : રામ-રાવણ વચ્ચે યુદ્ધના દ્રશ્યો ઊભા કરી દશેરાની અનોખી રીતે ઉજવણી કરતું બાબરાનું મહાકાળી મંડળ

બાબરામાં વિજયાદશમી પર્વની અનોખી રીતે ઉજવણી

મહાકાળી ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે આયોજન

રામ-રાવણ વચ્ચેના યુદ્ધના દ્રશ્યો જોવા લોકોનો ધસારો

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં વિજયા દશમી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. દશેરાના દિવસે મહાકાળી ગરબી મંડળ દ્વારા રામ અને રાવણ વચ્ચેના યુદ્ધના દ્રશ્યો ઊભા કરવામાં આવે છે. છેલ્લા 135 વર્ષથી અહી રામ-રાવણના યુદ્ધની પરંપરા ચાલી આવી છે, ત્યારે આ યુદ્ધ સમયે બજારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાય છે.

જોકે, યુદ્ધ દરમીયાન એકઠી થતી રકમ પક્ષીઓના ચણ માટે વાપરવામાં આવે છે. અહીં યુદ્ધમાં રામ-રાવણ અને હનુમાનજી સહીત 20થી વધું લોકોનું મંડળ પાત્રો ભજવે છે. શહેરમાં દશેરાના દીવસે રામ-રાવણના યુદ્ધ બાદ બજારો ખોલવામાં આવે છે. શહેરના માર્ગો પર રામ રાવણની સેનાઓ યુદ્ધમાં ઉતારે છે, જેમાં લક્ષ્મણજી, હનુમાનજી અને દાનવોની સેનાઓ તથા વાનર સેના શહેરીજનો તેમજ શ્રદ્ધાળુને ગદાઓનો માર મારી પ્રસાદ આપે છે. લંકાપતિ રાવણને રામ ચોકમાં લલકારે છે, અને રામ-રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાય છે. જેમાં આખરે લંકાપતિ રાવણનું શિરચ્છેદ કરવામાં આવે છે, અને અંતે યુદ્ધ સંપન્ન થાય છે.