જિલ્લાની 3 યાર્ડમાં 85 હજાર મણ કપાસની આવક
બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો
માર્કેટિંગ યાર્ડમાં વાહનોની 1 કિમી લાંબી કતાર લાગી
દિવાળીના તહેવારોની રજાને યાર્ડમાં ભારે ભીડ જામી
આજે સૌથી વધુ કપાસની આવક : માર્કેટિંગ યાર્ડ સેક્રેટરી
અમરેલી જિલ્લામાં કપાસની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળી નજીક આવતા જ માર્કેટિંગ યાર્ડ બંધ થવાના સમયે કપાસની આવકમાં વધારો થયો છે. અમરેલી જિલ્લામાં એક દિવસમાં 85 હજાર મણ કપાસની આવક નોંધાય છે.
અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં કપાસની આવક થઈ રહી છે. બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસ ભરેલા વાહનોની 1 કિલોમીટર લાંબી કતાર જોવા મળી હતી. દિવાળીના તહેવારોમાં બાબરા માર્કેટિંગ યાર્ડમાં 8 દિવસની રજા પડતી હોય છે.
બાબરા માર્કેટિંગ યાર્ડમાં 1,300થી 1,580 સુધી કપાસનો ભાવ મળી રહે છે, જેથી મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઈને આવી પહોંચ્યા હતા. તેવામાં આજે સૌથી વધુ કપાસની આવક નોંધાય હોવાનું માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યુ હતું.