Connect Gujarat
ગુજરાત

અમરેલી : ડુંગળીની નિકાસબંધીને લઈને ભારતીય કિસાન સંઘ આવ્યું મેદાન, આપ્યું તંત્રને આવેદન પત્ર

જિલ્લામાં ડુંગળીની નિકાસબંધીને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

X

અમરેલી જિલ્લામાં ડુંગળીની નિકાસબંધીને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના સારા ભાવોથી પ્રેરાઈને અમરેલી જિલ્લામાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર તો કર્યું હતું. પણ કરમની કઠણાઈ છે કે, ડુંગળીની નિકાસબંધીના કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. અગાઉ અતિવૃષ્ટી, ત્યારબાદ હવે કમોસમી વરસાદ અને ડુંગળીની નિકાસબંધીને લઈને ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે. ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવે તેમજ ફેન્સિંગ યોજનામાં આઇ પોર્ટલ વધુ સમય ચાલુ રાખવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત ખેડૂતોને વહેલી તકે સરકારી સહાય ચૂકવાય તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story