અમરેલી : ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારની સરપ્રાઈઝ વિઝિટ, વાહન-હોટલ ચેકિંગ કરવા સહિત પોલીસને માર્ગદર્શન આપ્યું

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનનાવા માટે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું

New Update
  • કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનનાવા આયોજન

  • ભાવનગર રેન્જ IG ગૌતમ પરમાર દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરાય

  • શહેરના વિવિધ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું

  • વાહન-હોટલ ચેકિંગ કરવા સહિત પોલીસને માર્ગદર્શન આપ્યું

  • કંટ્રોલ રૂમના કર્મચારીઓને વધુ અસરકારક રીતે કામ કરવા સૂચન

Advertisment

અમરેલી શહેર તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનનાવા માટે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કોમ્બિંગ નાઈટના ભાગરૂપે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. આ દરમિયાન વાહન ચેકિંગહોટલ ચેકિંગ અને પેટ્રોલિંગ કામગીરીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વ્યસ્ત રહ્યા છે. ગઈરોજ મોડી રાત્રે ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર અમરેલી શહેરમાં પહોંચ્યા હતાવિવિધ સ્થળોએ ચેકિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં બસસ્ટેન્ડ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. નિયમ વિરુદ્ધ બ્લેક ફિલ્મ લગાવેલ અને અનિયમિત નંબર પ્લેટ ધરાવતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓની કામગીરીની ચકાસણી કરી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

તો બીજી તરફનાના બસસ્ટેન્ડ વિસ્તારમાં એક મહિલા રાત્રે રાજકોટ જવા માટે બસની રાહ જોઈ રહી હતીપરંતુ કોઈ વાહન વ્યવહાર ન હોવાથી આઈજી ગૌતમ પરમારે પોલીસ કંટ્રોલ રૂમ પર કોલ કરી પોલીસની સી ટીમને બોલાવી રાત્રિ રોકાણ માટે વ્યવસ્થા કરાવી હતી. આ ઘટનાએ પોલીસ તંત્રની માનવતાવાદી દૃષ્ટિ દર્શાવી છે.

કોબિંગ નાઈટના ભાગરૂપે ASP વલય વૈદ્ય સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અલગ-અલગ તાલુકા મથક પર એલર્ટ મોડમાં જોવા મળ્યા હતા. આ સાથેકંટ્રોલ રૂમના કર્મચારીઓને વધુ અસરકારક રીતે કામ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા સરપ્રાઈઝ વિઝિટથી અમરેલી જિલ્લા પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું છે.

Advertisment
Latest Stories