New Update
/connect-gujarat/media/post_banners/b9bb02d516fc2a1f748377502a9e3fa52fb4bd2297d36204667ce8ca899e6c3a.jpg)
અમરેલી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ગુજરાત વિપક્ષ નેતા પરેશ ધાનાણીની રાજકીય પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવા માટે સોશ્યલ મીડિયામાં પ્રયાસ કરાતા સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાય છે. ફેસબુકમાં હેકર “પી. ધાનાણી નામની ફેક ID ધરાવનાર વ્યક્તિએ ફેસબુકમાં પરેશ ધાનાણીની રાજકીય પોસ્ટમાં તેમના વિશે તેમજ તેમના પરિવારની મહિલાઓ જેમાં તેમના પત્ની, દીકરી અને તેમના માતા વિશે બીભત્સ અને અશ્લીલ ભાષામાં અભદ્ર ટિપ્પણી કરી બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે. આ સાથે જ તેમની પ્રતિષ્ઠાને હાની પોહચાડવાના ઇરાદે ફેસબુકમાં ખરાબ કોમેન્ટ કરી ગુન્હો આચરતા અમરેલી તાલુકાના લાલાવદર ગામના કાર્યકર ભાવેશ પીપળીયા દ્વારા અમરેલી સાયબર ક્રાઇમમાં IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories