/connect-gujarat/media/post_banners/0ffe5edf923bcf1db0b48495834987c980edf1b60531171fa1f2176da1b931e4.webp)
અમરેલી જિલ્લામાં રાજ્યની પ્રથમ સ્માર્ટ ઇંગ્લિશ મીડીયમ પ્રાથમીક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી સુભાષ સરકારે આ સ્માર્ટ શાળાની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્યમાં સ્માર્ટ શાળાકીય અભિગમ દ્વારા વર્ગખંડમાં ઈન્ટરએક્ટિવ વાતાવરણ તૈયાર કરીને વિદ્યાર્થીઓના સંપૂર્ણ ઘડતર માટે સ્માર્ટ શાળાઓ અગત્યનો ભાગ ભજવી શકે છે. જેના દ્વારા બાળકનો સર્વગ્રાહી વિકાસ ઝડપથી સાધી શકાય છે, ત્યારે અમરેલી જિલ્લામાં ગુજરાત રાજ્યની પ્રથમ સ્માર્ટ ઇંગ્લિશ મીડીયમ પ્રાથમીક શાળાનું નિર્માણ કરાયું છે. આ સ્માર્ટ શાળાની કેન્દ્રીય શિક્ષણ મંત્રી સુભાષ સરકારે મુલાકાત લઈ શિક્ષકો સાથે જરૂરી ચર્ચા કરી હતી. એટલું જ નહીં, દિલ્હીમાં AAP સરકારની સ્માર્ટ શાળાઓ સામે ગુજરાતના અમરેલીની સ્માર્ટ શાળાના તેઓએ ભરપૂર વખાણ કર્યા હતા.