અમરેલી : અવિરત મેઘ મહેર થતાં ઠેબી ડેમના 3 દરવાજા ખોલવાની તંત્રને ફરજ, કાંઠા વિસ્તારના ગામો એલર્ટ...

અમરેલી જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં લગભગ એક કલાક સુધી સતત વરસાદી ઝાંપટા વરસ્યા હતા

New Update
અમરેલી : અવિરત મેઘ મહેર થતાં ઠેબી ડેમના 3 દરવાજા ખોલવાની તંત્રને ફરજ, કાંઠા વિસ્તારના ગામો એલર્ટ...

અમરેલી જિલ્લામાં અવિરત મેઘ મહેર થતાં ઠેબી ડેમ પાણીથી 124.50 મીટરની સપાટીએ ભરાયો હતો, ત્યારે ડેમના 3 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવાની તંત્રને ફરજ પડી હતી. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને પગલે સૌરાષ્ટ્ર સહિત અનેક પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં લગભગ એક કલાક સુધી સતત વરસાદી ઝાંપટા વરસ્યા હતા.

તો બીજી તરફ, અવિરત મેઘ મહેરથી ઠેબી ડેમ પાણીથી 124.50 મીટરની સપાટીએ ભરાયો હતો, ત્યારે ઠેબી ડેમના 3 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જોકે, નિર્ધારીત લેવલ જાળવી રાખવા 3 દરવાજા 1-1 ફૂટ ખોલવાની તંત્રને ફરજ પડી હતી. જેના કારણે 2 હજાર ક્યુસેક પાણીની આવક સામે મોટી માત્રમાં પાણી જાવક શરૂ કરવામાં આવી છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામડાઓને પણ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.