આગામી 2024ની લોકસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પ્રતિનિધિત્વ અંગેની સમજણ સાથે શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુને સાર્થક કરવા અમરેલી જિલ્લાના ખાંભા-ગીરની દાઢીયાલી ગામની પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાય હતી.
આ છે, અમરેલી જિલ્લાના ખાંભા ગીરના દાઢીયાલી ગામની પ્રાથમિક શાળા... દાઢીયાલી પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાય હતી. જેમ લોકસભાની ચૂંટણીમાં નોટીફિકેશન બહાર પડે તેમ અગાઉ નોટીફિકકેશન બહાર પડ્યું અને પ્રાથમિક શાળાના 3 વિદ્યાર્થીઓએ બાળ સાંસદનું ફોર્મ ભર્યું. ત્યારબાદ વિધિવત રીતે શાળાના 130 જેટલા વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. નાના એવા ગામમાં બાળ સાંસદની ચૂંટણીમાં પ્રિસાઈન્ડિંગ ઓફિસર, મતદાન કેન્દ્રનું બુથ, મતદાન પેટી સહિત સમગ્ર શાળામાં પણ ચૂંટણી પ્રકારનું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું હતું. અગાઉ મતદાન પહેલા ત્રણેય ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર કર્યો હતો, અને શાળાના વિકાસમાં વધુ સહભાગી થવા જીતવા માટે ઉમેદવારોએ એડીચોટીનું જોર પણ લગાવ્યું હતું, અને જીતનો વિશ્વાસ બાળ સાંસદના ઉમેદવારોએ વ્યક્ત કર્યો હતો.
જોકે, શાળામાં યોજાયેલ બાળ સાંસદની ચૂંટણી પણ જાણે અમરેલી જિલ્લાની લોકસભાની ચૂંટણી હોય તેવો માહોલ દાઢીયાલી પ્રાથમિક શાળામાં જોવા મળ્યો હતો. ઉમેદવારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કરાવ્યું હતું, અને શિક્ષકોએ સમગ્ર આયોજન છેલ્લા 8 વર્ષથી કરતા આવ્યા છે, ત્યારે વિદ્યાર્થી કાળથી જ બાળકોને ચૂંટણી અને ચૂંટણી અંગેની વિસ્તૃત સમજણ મળી રહે તેવા શુભ હેતુને સાર્થક કરવા શાળામાં બાળ સાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના યુગમાં પ્રતિનિધિત્વ અંગેની સાચી સમજણ અને ઈલેકશન અને રાજનીતિ સાથેના પાઠ્ય પુસ્તકોમાં આવે પણ શાળામાં ઘડતર સાથેનું ગણતર દાઢીયાલી પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજીને સાક્ષાત કરવાનો સુંદર અભિગમ ઉડીને આંખે વળગે તેવો દાઢીયાલી પ્રાથમિક શાળામાં જોવા મળ્યો હતો.