Connect Gujarat
ગુજરાત

અમરેલી : વડિયાના સુરવો ડેમમાં 11 ફૂટ સુધી વરસાદી પાણી સંગ્રહ થતાં ખેડૂતો ખુશ'ખુશાલ

આ છે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની જીવાદોરી સમાનનો સુરવો ડેમ.વડિયા વાસીઓ માટે સૌથી મોટી ખુશીની વાત એ છે .

X

અમરેલી જિલ્લાના વડીયાની જીવાદોરી સમાનનો સુરવો ડેમ બે દિવસમાં 8 ફૂટ પાણી સાથે કુલ ચોમાસાના આરંભથી અત્યાર સુધીમાં 11 ફૂટ પાણી નવું આવતા વડીયાવાસીઓમાં હરખની હેલી જોવા મળી હતી.

આ છે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની જીવાદોરી સમાનનો સુરવો ડેમ.વડિયા વાસીઓ માટે સૌથી મોટી ખુશીની વાત એ છે કે વડીયામાં છેલા બે દિવસમાં 8 ફૂટ નવા નીરની આવક થઈ છે. અને અગાઉ ચોમાસાના પ્રારંભે વડિયા ગ્રામ્ય વિસ્તારોમાં ખબકેલા વરસાદથી 3 ફૂટ નવા નીરની આવક થઈ હતી. હવામાન વિભાગની આગાહી બાદ 14 અને 15 જુલાઈના પડેલા વરસાદથી 8 ફૂટ પાણી સાથે કુલ 11 ફૂટ પાણી વડીયાના સુરવો ડેમમાં આવતા વડિયામાં સરપંચ અને ખેડૂતો દ્વારા સુરવો ડેમમાં નવા નિરના વધામણા કર્યા હતા. જીવાદોરી સમાનના ડેમમાં 11 ફૂટ જેટલા પાણીની આવકથી ખેડૂતોના ખેતીના પાકો સાથે વડિયા આજુબાજુના પાણીના તળ પણ ઊંચા આવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા.

સુરવો ડેમના સેક્શન ઓફિસર બી.આર.ગામીતના જણાવ્યા અનુસાર, સુરવા ડેમમાં 11 ફૂટ નવા નીરની આવકથી આગામી દિવસોમાં ખેડૂતોને વ્યાપક પણે ખેતીમાં ફાયદો થશે જ સાથે વડિયા વાસીઓ માટે પીવાના પાણીની ગંભીર સમસ્યા આગામી દિવસોમાં મુશ્કેલીઓ ન પડે તે માટે સુરવો ડેમ નવા નીર ખુશીઓ લઈને આવ્યા હતા.

Next Story