Connect Gujarat
ગુજરાત

અમરેલી: મગફળીના પાકમાં મુંડા નામના રોગથી ખેડૂતો થયા પરેશાન,પાક નિષ્ફળ જવાની ભીતિ

ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે.ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે

X

અમરેલીના ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે.ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે મગફળીના પાકમાં મુંડા નામની જીવાત આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે

અમરેલી જિલ્લાનું આ એજ સરસિયા ગામ છે જયાં ખેડૂતોએ સિઝનનો સારો વરસસદ પડતા કુલ 70 હજાર હેકટરમાં બધા પાકોનું વાવેતર કર્યું છે જે પૈકી 31 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર કર્યું છે અને આ વર્ષે સારી ઉપજ આવશે એ ખેડૂતોમાં હરખ હતો અને સિઝનનો સારો વરસાદતો પડ્યો અને વાવેતર પણ કરી દીધી ત્યારે ખેડૂતોને પાણીની જરૂરિયાત પડતા વરસાદની ખેંચ પડી રહી છે એ ચિંતાઓ તો સેવાઇ રહી હતી તેવામાં મગફળીના વાવેતરમાં મુંડા નામની જીવાત આવી જેને સફેદ જાણ પણ કહેવામાં આવે છે જેને લઈને ખેડૂતને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતોએ રાત દિવસ કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું છે

Next Story