Connect Gujarat
ગુજરાત

અમરેલી: કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન, સરકાર પાસે લગાવી મદદની ગુહાર

કમોસમી માવઠા પડવાથી ખેડૂતોએ તલ, સોયાબીન, ચણા, ઘઉં, જીરું, ડુંગળી અને ધાણા સહિતનો પાકને નુકશાન પહોચ્યું

X

અમરેલી જીલ્લામાં કામોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે ત્યારે તેઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી માવઠા પડવાથી ખેડૂતોને કુદરતે મોટી થપાટ મારી હોય તેવો ઘાટ ઘડાયો છે.

પહેલા ખેડૂતોને ઓછા વરસાદથી ચોમાસુ પાક નિષ્ફળ ગયો હતો અને ખેડૂતો શિયાળુ રવિપાક પર નુકશાનીની ભરપાઈ આશા હતી પણ અમરેલી જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદથી સાવરકુંડલા અને ખાંભા તેમજ ઇંગોરાળા, કાંટાળા, નાનુડી , સહિત ગામ્ય વિસ્તારમાં કમોસમી માવઠા પડવાથી ખેડૂતોએ તલ, સોયાબીન, ચણા, ઘઉં, જીરું, ડુંગળી અને ધાણા સહિતનો પાકને નુકશાન પહોચ્યું હતું અને પશુઓનો ચારો પણ પલળી જતા જગતના તાતના માથે કમોસમી વરસાદની મુશ્કેલીની આફત આવી હતી ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે

Next Story