અમરેલી : વન્ય પ્રાણીથી રક્ષણ માટે બાળકોને પિતાએ આપ્યું લોખંડી સુરક્ષા કવચ,મોટું પાંજરું બનાવીને પુત્ર પુત્રીઓનો ડર કર્યો દૂર

ખેત મજૂરે પોતાના વ્હાલસોયા બાળકોને વન્ય પ્રાણીઓથી બચાવવા માટે અનોખી પહેલ કરી છે, બે ખાટલા ઉપર લોખંડનું પાંજરું બનાવીને બાળકોને સુરક્ષિત કરવાનો નવતર કિમીયો અજમાવ્યો

New Update
  • પિતાનું બાળકોની સુરક્ષા માટે ઉત્તમ આયોજન

  • બાળકોના ડરને દૂર કરતા પિતા  

  • વન્ય પ્રાણીઓથી સુરક્ષિત રાખવા માટે બનાવ્યું પાંજરું

  • બે ખાટલા પર બનાવ્યું લોખંડનું પાંજરું

  • દીપડાએ ગામમાં કર્યા હતા મારણ 

અમરેલી જિલ્લામાં સિંહ દીપડાના આતંક વચ્ચે રાજુલાના ઝાપોદર ગામના ખેત મજૂરે પોતાના વ્હાલસોયા બાળકોને વન્ય પ્રાણીઓથી બચાવવા માટે અનોખી પહેલ કરી છેબે ખાટલા ઉપર લોખંડનું પાંજરું બનાવીને બાળકોને સુરક્ષિત કરવાનો નવતર કિમીયો અજમાવ્યો છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઝાપોદર ગામના ખેત મજૂર ભરત બારૈયા ખેતીકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે.જોગાનુજોગ થોડા સમય પહેલા ભરત બારૈયાની પત્નીનું નિધન થતા 6 બાળકો નોધારા બન્યા હતા.

5 દીકરી અને 1 દીકરો અને વયોવૃદ્ધમાં બાપને સાચવવાની જવાબદારી ભરત બારૈયાના શિરે આવી ગઈ છે.ત્યારે છેલ્લા એક પખવાડિયામાં જાફરાબાદ ખાંભામાં 2 બાળકોને દીપડાએ મોતને ઘાટ ઉતારતા બૃહદના ગણતા વિસ્તારોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.

ત્યારે આ ભરત બારૈયાને પોતાના 6 બાળકોને ખેતી કામ દરમિયાન ક્યાં સાચવવા તેની ગંભીર મુશ્કેલીઓથી રાત્રિના ઉંઘ હરામ થઈ ગયેલી અને બાળકો પણ દીપડાના ભયથી વાડી વિસ્તારમાં ધ્રુજી રહ્યા હતા.ત્યારે સાવ કાચા બારી બારણાં વિનાના મકાન હોય ત્યારે બાળકોને દીપડાથી બચાવવા માટે 2 ખાટલા ભેગા કરીને તેના પર ફરતી લોખંડની જાળી વાળું પાંજરું બનાવ્યુંને રાત્રે આ પાંજરામાં 6 બાળકો અને પિતા ભરત બારૈયા સૂઈ જાય છે.

હિંસક દીપડાના ખૌફ સામે રહેણાંકી પાંજરું આશીર્વાદ સમાન સાબિત થયું છે,અને હવે ભરત બારૈયા ખેત મજૂરી કરી શકે છે તેમજ રાત્રિના ખેતીમાં પાણી વાળવું કે અન્ય કામો પણ બાળકોને પિંજરામાં કેદ કરીને આસાનીથી કરી શકે છે.એક પિતાએ પોતના વ્હાલસોયા દીકરા દીકરી માટે કરેલા સુરક્ષિત આયોજનની ચેય કોર પ્રશંસા થઈ રહી છે,અને નાય લોકો માટે પણ તેઓએ પ્રેરણારૂપ બન્યા છે.

Latest Stories