/connect-gujarat/media/post_banners/8d7e2c224a4862225d6b096c422dfa1dcbdb4df13c95d8cfa95ec67a106caff0.jpg)
અમરેલી જિલ્લાના રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર 2 આખલાઓ બાખડ્યા હતા, ત્યારે આખલાઓએ ભારે આતંક મચાવતા લોકોમાં અફરાતફરી મચી હતી.
રાજુલા શહેરના સ્વામીનારાયણ માર્ગ પર દ્વારકેશ કોમ્પલેક્ષ નજીક 2 આખલાઓનો આતંક જોવા મળ્યો હતો. બન્ને આખલાઓ બાખડતા રોડની સાઈડમાં પાર્ક કરેલા અનેક વાહનોને લીધા અડફેટે લીધા હતા. આપ જોઈ શકો છો, કેવી રીતે બન્ને આખલાઓ પોતાની લડાઈમાં મસગુલ છે કે, જે એક બાદ એક વાહનોને પણ નુકશાન પહોચાડી રહ્યા છે.
સતત 20 મિનિટ સુધી ચાલેલી આખલાઓની આ લડાઈથી લોકોમાં ભાગદોડ જોવા મળી હતી. લોકોએ લાકડીના સપાટા અને પાણીનો મારો ચલાવી બન્ને આખલાઓને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. આવા રખડતાં ઢોર ક્યારેક માનવ જીંદગીને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેથી તેઓને તાકીદે પકડી લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.