પશ્ચિમ એશિયામાં તણાવને કારણે ભારતે ખાસ રણનીતિ અપનાવી, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત વધારી
ગ્લોબલ ટ્રેડ એનાલિસ્ટ ફર્મ કપલરના ડેટા અનુસાર, ભારતે જૂન મહિનામાં રશિયા પાસેથી દરરોજ 20-22 લાખ બેરલના દરે ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. આ છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ છે.