અમરેલી: પોલીસ વિભાગ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ, ગેરકાયદેસર દબાણો દૂર કરવાની તૈયારી

અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં ઊભા થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વાર નિરિક્ષણ કરવામાં આવી રહયું છે.

New Update
અમરેલી: પોલીસ વિભાગ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ, ગેરકાયદેસર દબાણો દૂર કરવાની તૈયારી

અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં ઊભા થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વાર નિરિક્ષણ કરવામાં આવી રહયું છે. જે અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં સ્ટેટ હાઇવે પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સાવરકુંડલા ડિવિઝનના dysp હરેશ વોરા સાથે ડીવિઝનના પોલીસ અધિકારીઓ અને મસમોટા પોલીસ કાફલા સાથે ખાંભા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને તમામ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આગામી સમયમાં તંત્ર દ્વાર કાર્યવાહી કરવામાં આવશે ત્યારે તંત્રએ લોકોને સ્વેચ્છાએ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની અપીલ કરી છે