અમરેલી: લગ્નના નામે છેતરપીંડી કરતી ગેંગે યુવાન પાસે પડાવ્યા રૂ.90 હજાર, લૂંટેરી દુલ્હન અને એજન્ટની ધરપકડ

અમરેલી: લગ્નના નામે છેતરપીંડી કરતી ગેંગે યુવાન પાસે પડાવ્યા રૂ.90 હજાર, લૂંટેરી દુલ્હન અને એજન્ટની ધરપકડ
New Update

અમરેલી જિલ્લાના સાવરકુંડલાનો ચોંકાવનારો બનાવ

પોલીસે લૂંટેરી દુલ્હનની કરી ધરપકડ

એજન્ટ પણ પોલીસના હાથે ઝડપાયો

યુવાન પાસેથી પડાવ્યા હતા રૂ.90 હજાર

અમરેલીના સાવરકુંડલાના ભુવા રોડ ઉપર રહેતા યુવાન સાથે લગ્ન કરી છેતરપિંડી કરીને છટકી જનાર લુટેરી દુલ્હનને સાવરકુંડલા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચુ મોઢુ કરીને પોલીસ જાપતામાં ઊભેલી અને હિન્દુ નામ ધારણ કરેલી જ્યોતિ ઉર્ફે ફરજાનાબાનુએ અમરેલીના સાવરકુંડલાના ભુવા રોડ ઉપર રહેતા દિનેશ જયાણી નામના યુવક સાથે થોરડીના એજન્ટ કિશોર મિસ્ત્રી દ્વારા લગ્ન કર્યા હતા અને થોડા દિવસ રહી બાદમાં તે ફરાર થઈ ગઈ હતી. આ મામલે પોલ,ઇસ ફરિયાદ નોધાતા સાવરકુંડલા પોલીસે સુરત ખાતેથી આ લૂંટેલી દુલ્હનનો કબજો લઈ પૂછપરછ હાથ ધરી હતી.પોલીસની પૂછપરછ દરમિયાન માહિતી મળી હતી કે રૂપિયા 90,000 લઈ આ યુવતીને ભુવા રોડના દિનેશ સાથે લગ્ન કરાવ્યા હતા. પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલી ફરજાનાએ જણાવ્યું હતું કે જે રકમ આવે તેમાં ૩૦ ટકા એજન્ટને આપવાના 20 ટકા જે દુલ્હનને લઈને આવે તે મહિલાને આપવાના અને બાકીની 50% રકમ આ લૂંટેલી દુલ્હનના ભાગમાં આવી છે આમ લગ્ન કરી અને પૈસા પડાવવાની આ ગેંગનો સાવરકુંડલા પોલીસે પર્દાફાશ કર્યો હતો.હાલ તો આ મહિલા અને એજન્ટને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

#ConnectGujarat #Amreli #Young man #marriage #Gang cheating #extorts #bride robber #agent arrested
Here are a few more articles:
Read the Next Article