અમરેલી : તસ્કરોએ ગૌશાળામાંથી 18 મણની તિજોરી તો ઉઠાવી પણ હાથ કઈ લાગ્યું નહીં, CCTV વિડીયો થયો વાઇરલ

લાઠી ગામની મહાદેવ ગૌશાળામાં તસ્કરો ત્રાટક્યા, 18 મણની તિજોરીને તસ્કરોએ ઉઠાવી તોડી નાખી.

અમરેલી : તસ્કરોએ ગૌશાળામાંથી 18 મણની તિજોરી તો ઉઠાવી પણ હાથ કઈ લાગ્યું નહીં, CCTV વિડીયો થયો વાઇરલ
New Update

અમરેલી જિલ્લાના લાઠી ગામે આવેલ ગૌશાળાની 18 મણ વજન ધરાવતી તિજોરી તસ્કરોએ ઉપાડી લીધી હતી. જોકે, 50 મીટર સુધી દૂર લઈ જઈ તિજોરીને તોડતા તેમાંથી તસ્કરોને કઈ મળ્યું ન હતું, ત્યારે આ ઘટના ઓફિસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, લાઠીમાં આવેલ મહાદેવ ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં ગત તા. 9 ઓગષ્ટની મધરાત્રિએ 4 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા, ત્યારે આ ઘટના નજીકમાં લાગેકા CCTVમાં કેદ થઈ જવા પામી હતી. ઓફિસમાં રાખેલ કબાટનું તાળુ અને લોકર પણ તસ્કરોએ તોડી નાખ્યું હતું.

જોકે, 18 મણ વજનની તિજોરીને તસ્કરો ઊંચકીને ઓફિસમાંથી 50 મીટર દૂર પડતર મેદાનમાં લઇ ગયા હતા, ત્યાં તિજોરીને તોડી જોતાં તસ્કરોના હાથમાં કશું આવ્યું ન હતું. તો સાથે જ તસ્કરોએ તિજોરી, કબાટ અને લોકર તોડી ગૌશાળાને રૂપિયા 26 હજાર અને CCTVના ડોંગલ પણ નુકશાન પહોચાડ્યું હતું. હાલ તો સમગ્ર મામલે ગૌશાળાના પ્રમુખે સ્થાનિક પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે.

#Theft News #Amreli News #Robbers #CCTV footage #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article