અમરેલી : હનુમાનજી વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર યુટ્યુબર સામે હિન્દુ સંગઠનોમાં રોષ, તંત્રને આપ્યું આવેદન...

અમરેલીના યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી હતી.

New Update
  • હનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક

  • યુટ્યુબરએ કરી બજરંગબલી વિરુદ્ધ વિવિદાસ્પદ ટીપ્પણી

  • યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનોમાં ફાટી નીકળ્યો રોષ

  • વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ

અમરેલીના યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી હતી.

અમરેલીના વસંત ચાવડા નામના યુટ્યુબરએ બજરંગબલી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવિદાસ્પદ ટીપ્પણી કરતાં વિવિધ હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છેત્યારે હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ કરાયેલ ટીપ્પણી મામલે અમરેલી કલેક્ટર કચેરીઅમરેલી એસપી. સહિત શહેર પોલીસ મથકમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેહનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક છે. તેઓ 108 જેટલા નામોથી જાણીતાં છેજે તેમના દૈવી પાત્ર અને વ્યક્તિત્વની મહાનતા દર્શાવે છેત્યારે અમરેલીના વિવિધ હિન્દુ સંગઠનોએ યુટ્યુબર વિરુદ્ધ કડક પગલાં ભરવાની માંગ કરી છે.

 

Read the Next Article

જુનાગઢ : સગીરા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપનાર 2 નરાધમોની કેશોદ પોલીસે ધરપકડ કરી...

જુનાગઢ જિલ્લાના કેશોદમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • કેશોદમાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટનાથી ચકચાર

  • પરિવાર સૂતો હતો તે દરમ્યાન દુષ્કર્મનો બનાવ

  • એક નરાધમે દુષ્કર્મ આચર્યું, બીજો મદદગારી કરતો

  • સમગ્ર મામલે પીડિતાના પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ

  • પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ આદરી

જુનાગઢ જિલ્લાના કેશોદમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લાના કેશોદમાં સગીરા ઉપર 2 નરાધમો દ્વારા દુષ્કર્મ ગુજારાયો હોવાની ઘટના સામે આવી છે. ગત તા. 1 જુલાઈ-2025ના રોજ કેશોદ પોલીસ મથકમાં સગીરાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા બન્ને નરાધમોએ સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાનો પરિવાર રાત્રિ દરમ્યાન સુતો હતો, ત્યારે બન્ને આરોપીઓએ સગીરાને રૂમમાં ગોંધી રાખી હતી. જેમાં આરોપી હનીફ સિડાએ દુષ્કર્મ ગુજાર્યુ હતું, અને બીજો આરોપી મદદગારીમાં હતો. જોકે, પરિવારને ખ્યાલ આવતા બન્ને આરોપી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસે આરોપી હનીફ કાસમ સીડા અને આયુષ હાસમ બુરબાન વિરુદ્ધ એટ્રોસિટી, પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે.