Connect Gujarat
ગુજરાત

અમરેલી : પોષણક્ષમ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ કરેલા કપાસના સંગ્રહમાં આવી અદ્રશ્ય જીવાત...

જિલ્લામાં કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા સંગ્રહ કરીને કપાસનો ભાવ વધે તેની રાહ જોતા ખેડૂતો માટે નવી આફત આવીને ઉભી થઈ છે.

અમરેલી : પોષણક્ષમ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ કરેલા કપાસના સંગ્રહમાં આવી અદ્રશ્ય જીવાત...
X

અમરેલી જિલ્લામાં કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા સંગ્રહ કરીને કપાસનો ભાવ વધે તેની રાહ જોતા ખેડૂતો માટે નવી આફત આવીને ઉભી થઈ છે. ધજડી ગામે કપાસના જથ્થામાં ઝીણી ઝીણી અદ્રશ્ય જીવાતો આવાવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આ છે અમરેલી જિલ્લાના ખેડૂતો જે પોતાના ઘરે, વાડી કે ખેતરોમાં અને મકાનમાં કપાસનો સંગ્રહ કરીને કપાસના ભાવો વધે તેની કાગડોળે રાહ જોઈને બેઠા છે. પરંતુ ખેડૂતોની કરમની કઠણાઈ એ છે કે, કપાસમાં વાયરસ આવતા સંગ્રહ રાખેલ કપાસમાં ઝીણી ઝીણી અદ્રશ્ય જીવાતોને કારણે ઘરો અને વાડી-ખેતરોમાં સંગ્રહ કરેલા કપાસ નજીકથી પણ જો નીકળીએ તો અદ્રશ્ય ગણાતી વાયરસ નામની જીવાતો શરીરમાં બળતરા ઉપાડી દે છે, અને શરીરમાં ફોડલા કરી દેતું હોવાના કારણે ખેડૂતો કપાસનો સંગ્રહ કરીને પણ વધું એક નવી આફતને નોતરી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. ધજડી ગામના ખેડૂતો ભરત હરિયાણી 250 મણ કપાસનો સંગ્રહ કર્યા બાદ હાલ અદ્રશ્ય ગણાતી જીવાતો કપાસમાં હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

જોકે, ખેડૂતોએ 250 મણથી પણ વધુ કપાસ સંગ્રહ કરતાં ઘરમાં રહેતા મહિલા અને બાળકોની સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે. કપાસમાં અદ્રશ્ય જીવાત વાયરસથી ત્રાહિમામ પોકારી ઉઠેલ લોકો જો ઘરે મહેમાન આવે તો પણ કેમ કરી આગતા સ્વાગતા કરવી તેવી મૂંઝવણમાં રહ્યા છે. ઉપરાંત કપાસનો સંગ્રહ કરવાથી જીવાતોના દંશના કારણે શરીરમાં ફોડલા અને ખુજલીઓ ઉપડી રહી હોવાની હૈયા વરાળ ઠાલવી હતી.

તો બીજી તરફ, કપાસના ભાવ વધવાની રાહ જોતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો હજુ નથી મળતા. ખાતર બિયારણ મોંઘું હોય અને કપાસના ભાવ વધવાની રાહમાં અદ્રશ્ય જીવાતથી APMCમાં પણ મજૂરો કપાસના ઢગલાથી દૂર રહે છે. કપાસના ભાવો હાલ 1500 જેટલા જ હોય અને કપાસના ભાવ 2 હજારથી 2200 સુધી થવાની રાહ જોતા ખેડૂતોએ સંગ્રહ કર્યા બાદ અદ્રશ્ય જીવાતની પરેશાનીથી જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ નિર્માણ પામી હોવાની વરવી વાસ્તવિકતા છે.

Next Story