કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા કક્ષાની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા અમરેલીની કે.કે.પારેખ અને આર.પી.મહેતા વિદ્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની સાંસદ સાંસ્કૃત્તિક સ્પર્ધા યોજાય હતી. જેમાં તાલુકા કક્ષાએ સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં પ્રથમ વિજેતા સ્પર્ધકોએ આ જિલ્લા કક્ષાની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રાસ, ગરબા, સમૂહ ગીત, પ્રભાતિયા, સુગમ સંગીત, લગ્નગીત, લોકગીત, ભજન, કથ્થક, ધોળ, હાલરડાં, શરણાઈ, રામસાગર, વાંસળી, તબલા, હાર્મોનિયમ, મંજીરા, બેન્જો, ઢોલ, દુહા-છંદ-ચોપાઈ સહિત લોકવાર્તાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્પર્ધકોએ જુદી જુદી 21 કૃત્તિઓ રજૂ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌકોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.