અમરેલી : રાજુલાની કૃષિ શાખા SBI બેન્કમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ધાંધીયા, ગ્રાહકોને ભારે હાલાકી...

રાજુલા કૃષિ શાખા SBI બેન્કમાં છેલ્લા 4 દિવસથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવે ગ્રાહકો સહિત ખેડૂતો બેન્કમાં ધરમ ધક્કા ખાઈ રહ્યા છે

અમરેલી : રાજુલાની કૃષિ શાખા SBI બેન્કમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ધાંધીયા, ગ્રાહકોને ભારે હાલાકી...
New Update

અમરેલી જિલ્લાના રાજુલા શહેરના સવિતાનગર વિસ્તારમાં આવેલ કૃષિ શાખા SBI બેન્કમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ધાંધીયાથી ગ્રાહકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અમરેલીના રાજુલા શહેરના સવિતાનગર વિસ્તારમાં આવેલ કૃષિ શાખા SBI બેન્કમાં છેલ્લા 4 દિવસથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવે ગ્રાહકો સહિત ખેડૂતો બેન્કમાં ધરમ ધક્કા ખાઈ રહ્યા છે.

તો બીજી તરફ વહેલી સવારથી જ સર્વર ખોટકાતા બેન્કના મોટાભાગના કર્મચારીઓ ગેરહાજર રહેતા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો. સતહ જ SBI શાખાનું ATM પણ બંધ હાલતમાં જોવા મળતા અન્ય ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો છે, ત્યારે હવે વહેલી તકે SBI બેન્કના અધિકારીઓએ દ્વારા ગ્રાહકોની આ સમસ્યાનું નિરાકરણ લાવવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

#Amreli #Rajula #SBI Bank #Internet connectivity
Here are a few more articles:
Read the Next Article