અમરેલી : રૂ. 1.82 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેલ આવાસનું કાયદા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરાયું...

ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા અમરેલી ખાતે રૂ. 1.82 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા કુલ 8 આવાસનું રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

New Update
  • રૂ. 1.82 કરોડના ખર્ચે 8 જેલ આવાસોનું લોકાર્પણ

  • કાયદા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરાયું

  • જેલ કર્મચારીઓ માટે સુવિધા ખુલ્લી મુકવામાં આવી

  • પોલીસ જવાનોના પરીવારજનો માટે સુવિધા કરાય

  • કાયદા મંત્રીએ પોલીસ પરિવારજનોને શુભેચ્છા પાઠવી 

અમરેલી જિલ્લા જેલ ખાતે ઓપન જેલના કર્મચારીઓ માટે રૂ. 1.82 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક આવાસનું કાયદા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા અમરેલી ખાતે રૂ. 1.82 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા કુલ 8 આવાસનું રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મંત્રી કૌશિક વેકરિયાએ જેલ વિભાગની કામગીરી અને આવાસ સંબંધિત માહિતી મેળવી B.7 અને D.1 બ્લોકમાં આવાસની મુલાકાત લીધી હતી. આ નવા આવાસથી જેલ કર્મચારીઓને વિશેષ સુવિધાઓ મળશેજેનાથી તેમનામાં સંતોષ જોવા મળ્યો હતો.

કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કેઅમરેલી જિલ્લા જેલ ખાતે પોલીસ કર્મચારીઓ માટે સારી રહેવાની વ્યવસ્થા થાય તે હેતુથી આ પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કરાયું છે. પોલીસ પરિવારોને ઉત્તમ સુવિધાઓ આપવા બદલ તેઓએ રાજ્ય સરકારનો આભાર માની પોલીસકર્મીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક ડી.એન.જાડેજા સહિત મોટી સંખ્યામાં જેલ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories