New Update
/connect-gujarat/media/post_banners/bef11642060a4bbcf167119575532865a5ed511cc255d5c27d8d8a9b022175cf.jpg)
અમરેલી જીલ્લામાં 10 દિવસમાં ત્રીજા સિંહની ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળી રહયો છે. રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતા વધુ એક સિંહનું મોત નિપજયુ હતુ.
અમરેલી જિલ્લાનો રેલવે ટ્રેક સિંહો માટે મોતનો ટ્રેક બન્યો હોય તેમ 10 દિવસમાં ત્રીજા સિંહની મોતની ઘટના ઘટતા સિંહ પ્રેમીઓમાં આઘાત લાગ્યો છે.રાજુલાના ઊચૈયામાં 21 જુલાઈએ 2 સિંહો ગુડ્સ ટ્રેનની અડફેટે કપાયા બાદ સાવરકુંડલાના જીરા રેલવે ટ્રેક પર ગત રાત્રે 4 માસનું સિંહ બાળ મહુવા ભાવનગર પેસેન્જર અડફેટે કપાઈ જતાં વનવિભાગમાં દોડધામ મચી ગઇ હતી. વનવિભાગે રેલવે ટ્રેક પરથી સિંહબાળના શબને દૂર કરીને પછી ટ્રેન ભાવનગર તરફ રવાના કરી હતી.