Connect Gujarat
ગુજરાત

અમરેલી : માંડરડીના ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરી મેળવી બમણી આવક, અન્ય ખેડૂતોને આપી પ્રેરણા.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામના ખેડૂત છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે.

X

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામના ખેડૂત છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. તેઓ બાજરી, કેળાં સહીતના પાકોની ઓર્ગેનિક ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામના ખેડૂત રમેશ વસોયા છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતનું હિત એવું હોય છે કે, લોકોને ખવડાવવા માટે રાસાયણિક ખાતરો કરતા ઓર્ગેનિક ખેતી કરી લોકોના આરોગ્યની સુખાકારી જાળવા તેમજ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેવા પ્રયત્ન ખેડૂતો કરે છે. ખેડૂત રમેશ વસોયા બાગાયતી ખેતી પાકના વાવેતરમાં કેળાં, આંબા સહિત ઘંઉ, બાજરો જેવા પાકની ઓર્ગેનિક ખેતી કરે છે. રમેશ વસોયાને વર્ષ 2016માં પૂર્વ મુખ્યમંત્રી આનંદી પટેલના હસ્તે રાજ્ય કક્ષાનો ઓર્ગેનિક ખેતી પાકનો એવોર્ડ પણ અર્પણ કરાયો છે.

ઓર્ગેનિક ખેતીમાં જૂની પરંપરા મુજબ દેશી ખાતરનો ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. દેશી ખાતરમાં કુદરતી તત્વો હોય છે. જેથી પાકનો ઉછેર સારો અને પાક મીઠાશવાળો આવે છે. રાજ્યમાં ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતોનું વિશેષ સન્માન કરવામાં આવે છે તે બદલ પ્રગતિશીલ ખેડૂતે સરકારનો આભાર પણ માન્યો હતો. સાથે જ સરકાર પાસે એવી પણ માંગ કરી હતી કે, ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતોનું હબ બનાવવામાં આવે અથવા ઓર્ગેનિક પાક સરકાર ખરીદે જેથી ખેડૂતોને સારો ભાવ મળી રહે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

Next Story