/connect-gujarat/media/post_banners/1bb3c26d005810c9ef627883f19951f376177f98134a5ab68fc9cb05c9bda4e1.webp)
અમરેલી જિલ્લાના બગસરા શહેરના માર્કેટીંગ યાર્ડ નજીક RCC રોડને પાલિકા દ્વારા કોઈ કારણોસર તોડી નાખવામાં આવતા વિપક્ષ નેતાએ વિરોધ નોંધાવી કામ અટકાવ્યું હતું.
અમરેલી જિલ્લામાં ભાજપ શાસિત બગસરા નગરપાલિકાની કામગીરી સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. બગસરા માર્કેટીંગ યાર્ડ નજીક પાલિકા દ્વારા RCCનો સારો રોડ JCB વડે તોડી નાખવામાં આવતા વિપક્ષ નેતા સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં પાલિકા દ્વારા JCBની મદદથી ચાલતી રોડ તોડવાની કામગીરીને અટકાવીને વિરોધ દર્શાવ્યો હતો. વિપક્ષ નેતાએ રોડ તોડવાનું કારણ પૂછતાં પાલિકા કર્મીઓએ ગલ્લાતલ્લા કર્યા હતા. ત્યારબાદ આ મામલે વિપક્ષ નેતાએ પાલિકાના સત્તાધીશોને ટેલિફોનિક જાણ કરી હતી. જોકે, પાલિકા દ્વારા ભષ્ટાચારના હેતુથી રોડ તોડીને નવો બનાવવા માટેનો વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે. આ સાથે જ કારણ વગર સારો રોડ તોડવામાં આવશે તો JCB આડે સુઈ પોતાનો જીવ આપવાની પણ વિપક્ષ નેતાએ ચીમકી ઉચ્ચારી હતી.