લાઠી ખાતે ભવ્ય સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજાયો
નવનિયુકત ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાનું સ્વાગત કરાયું
કૌશિક વેકરીયાને તિલક કરી રજવાડી સાફો પહેરાવાયો
JCB દ્વારા પુષ્પવર્ષા કરી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું
સાંસદ, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં સમર્થકોની હાજરી
અમરેલી જિલ્લાના લાઠી ખાતે નવનિયુકત ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાને કુમકુમ તિલક સહિત રજવાડી સાફો અને JCBથી પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના નવા મંત્રી મંડળમાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળતા અમરેલી જિલ્લાને 13 વર્ષ બાદ આખરે મંત્રી મંડળમાં જગ્યા મળી છે. અમરેલી જિલ્લામાં કૌશિક વેકરીયા ઉપરાંત હિરા સોલંકીનું નામ પણ મંત્રી પદની રેસમાં હતું. જોકે, આખરે મોવડી મંડળ દ્વારા કૌશિક વેકરીયાના નામ પર મંજુરીની મહોર મારવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લાના લાઠી ખાતે નવનિયુકત ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાનું ઢોલ-નગારાના તાલે JCBથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ સાથે જ કૌશિક વેકરીયાને કુમકુમ તિલક કરીને રજવાડી સાફો પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય જનક તળાવીયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.