Connect Gujarat
ગુજરાત

અમરેલી : બોર્ડની પરિક્ષાના પ્રથમ દિવસે ભૂલા પડેલા વિદ્યાર્થીઓની વ્હારે આવી પોલીસ, જુઓ સરાહનીય કામગીરી...

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે, ત્યારે પરિક્ષાના પ્રથમ દિવસે હેરાન પરેશાન થનાર વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દેવદૂત સમાન સાબિત થઈ

X

જિલ્લાના 46 કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાનો આજથી શુભારંભ

ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ કરાયો

પરિક્ષાના પ્રથમ દિવસે કેટલાક વિદ્યાર્થીઓ હેરાન પરેશાન

અન્ય પરીક્ષા કેન્દ્ર પર પહોચેલા વિદ્યાર્થીઓની વ્હારે પોલીસ

સરકારી વાહનમાં બેસાડી વિદ્યાર્થીઓને કેન્દ્રો પર પહોચાડ્યા

અમરેલી જિલ્લાના 46 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે, ત્યારે પરિક્ષાના પ્રથમ દિવસે હેરાન પરેશાન થનાર વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દેવદૂત સમાન સાબિત થઈ હતી. સમગ્ર રાજ્યની સાથે જ અમરેલી જીલ્લામાં પણ આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે, ત્યારે અમરેલી જિલ્લામાં ધોરણ 10માં 19,358 વિદ્યાર્થીઓએ 27 કેન્દ્ર પર 76 બિલ્ડીંગના 680 બ્લોકમાં પરીક્ષા આપી હતી, જ્યારે બપોર બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 11,091 છાત્રોએ 15 કેન્દ્ર પર 41 બિલ્ડીંગના 373 બ્લોકમાં પરીક્ષા આપી હતી.

સાથે જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્ર પર 10 બિલ્ડીંગના 113 બ્લોકમાં 1965 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો બીજી તરફ, પરિક્ષાના પ્રથમ દિવસે હેરાન પરેશાન થનાર વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દેવદૂત સમાન સાબિત થઈ હતી. સાવરકુંડલાના ખાલપર ગામેથી ચાલીને આવતા વિદ્યાર્થીઓને પોલીસે વંડા પરીક્ષા કેન્દ્ર સુધી પહોચતા કર્યા હતા. ઉપરાંત ખાંભાના ત્રાકુડા ખાતે પરીક્ષા કેન્દ્ર હોવા છતાં ભૂલમાં ડેડાણ પહોંચેલા વિદ્યાર્થીઓની વ્હારે પોલીસ આપવી હતી. રાજુલામાં પરીક્ષા કેન્દ્રને બદલે અન્ય કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓ માટે પોલીસ સહાયક બની હતી. સરકારી વાહનમાં પોલીસે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યાં હતા.

Next Story