અમરેલી : ગટરના પ્રશ્ને લીલીયાના વેપારીઓએ વગાડ્યા ઢોલ-નગારા, NOTAમાં મત આપવાની ચીમકી ઉચ્ચારી...

અમરેલી જિલ્લાના લીલીયા શહેરમાં છેલ્લા 10 વર્ષથી ગટરના પ્રશ્ને વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી

New Update
અમરેલી : ગટરના પ્રશ્ને લીલીયાના વેપારીઓએ વગાડ્યા ઢોલ-નગારા, NOTAમાં મત આપવાની ચીમકી ઉચ્ચારી...

લીલીયા શહેરમાં છેલ્લા 10 વર્ષથી ગટરનો પ્રશ્ન

સરકારને જગાડવા વેપારીઓનો નવતર વિરોધ

ઢોલ-નગારા અને સૂત્રોચ્ચાર સાથે તંત્રને રજૂઆત

અમરેલી જિલ્લાના લીલીયા શહેરમાં છેલ્લા 10 વર્ષથી ગટરના પ્રશ્ને વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી છે, ત્યારે વિધાનસભાની ચૂંટણી સમયે લીલીયાના વેપારીઓએ વિરોધ નોંધાવીને ચૂંટણી સમયે તંત્રનું નાક દબાવ્યું છે. અગાઉ સ્થાનિક કોંગી ધારાસભ્ય અને પૂર્વ કૃષિમંત્રીને રજૂઆત કરવા છતા પણ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે બહેરી અને મૂંગી સરકારને જગાડવા માટે વેપારીઓએ નવતર વિરોધ કર્યો હતો. લીલીયાના વેપારીઓ ઢોલ-નગારા લઈને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં વેપારીઓ દ્વારા ચૂંટણી વેળા નોટોમાં મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સમગ્ર મામલે ટી.ડી.ઓ. દ્વારા વહેલી તકે ગટરના પ્રશ્ને જેટીંગ મશીન ફાળવવાની સ્થાનિકોને ખાતરી આપવામાં આવી હતી.

Latest Stories