અમરેલી : સાઇકલ પર ગેસના બોટલ સાથે વોટ આપવા નીકળ્યા પરેશ ધાનાણી, જુઓ શું કહ્યું..!

સમગ્ર ગુજરતમાં આજે પ્રથમ તબક્કાનું થતું મતદાન પરેશ ધાનાણીએ વોટ સાથે મોંઘવારીનો વિરોધ કર્યો સાઇકલ પર ગેસના બોટલ સાથે વોટ આપવા નીકળ્યા

New Update
અમરેલી : સાઇકલ પર ગેસના બોટલ સાથે વોટ આપવા નીકળ્યા પરેશ ધાનાણી, જુઓ શું કહ્યું..!

સમગ્ર ગુજરતમાં આજે પ્રથમ તબક્કાનું થતું મતદાન

Advertisment

પરેશ ધાનાણીએ વોટ સાથે મોંઘવારીનો વિરોધ કર્યો

સાઇકલ પર ગેસના બોટલ સાથે વોટ આપવા નીકળ્યા

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અનોખા વિરોધ સાથે મતદાન કરવા મતદાન મથકે પહોચ્યા હતા.

ગુજરાત રાજ્યમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. પૂરતા પોલીસના બંદોબસ્ત વચ્ચે લોકોએ મતદાન કર્યું છે, ત્યારે ઘણા દિગ્ગજ નેતાઓ પણ મતદાન મથકે પહોચીને પોતાનો વોટ નાખવા માટે પહોચી ચુક્યા હતા. તેવામાં અમરેલી જીલ્લામાં વોટીંગ બુથ પર એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અનોખી રીતે મતદાન કરવા માટે મતદાન મથકે પહોચ્યા હતા. તેઓ મતદાન બુથ સુધી સાયકલ લઈને પહોચ્યા હતા. સાથે જ આ સાયકલ પાછળ ગેસનો બોટલ પણ મુક્યો હતો. દેશમાં વધતી મોંઘવારી સામે વિરોધ નોંધાવવા માટે પરેશ ધાનાણીએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisment