અમરેલી : રૂ. 1ની નોટીસ મોકલનાર મહિલાકર્મીની PGVCLએ કરી બદલી, સહી કરનાર અધિકારી બાકાત રહેતા ખેડૂત નારાજ

વડીયા તાલુકાના નાની કુકાવાવના ખેડૂતને 1 રૂપિયાની નોટીસ ફટકારનાર PGVCLના મહિલાકર્મીની બદલી રાજુલા કરી નાખી પણ PGVCLના અધિકારી જેની સહી હતી

New Update
અમરેલી : રૂ. 1ની નોટીસ મોકલનાર મહિલાકર્મીની PGVCLએ કરી બદલી, સહી કરનાર અધિકારી બાકાત રહેતા ખેડૂત નારાજ

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના નાની કુકાવાવના ખેડૂતને 1 રૂપિયાની નોટીસ ફટકારનાર PGVCLના મહિલાકર્મીની બદલી રાજુલા કરી નાખી પણ PGVCLના અધિકારી જેની સહી હતી, એ અધિકારીને બાકાત રાખી નાના કર્મીને સજાના હુકમની નોટીસ મળતાં ખેડૂત પણ નારાજ થયો છે.

એક અઠવાડિયા પહેલાં અમરેલીના વડીયા તાલુકાના નાની કુકાવાવના ખેડૂત હરેશ સોરઠીયાને PGVCL તરફથી 1 રૂપિયો દંડ ફટકાર્યો હોવાની નોટિસ ફટકારી લોક અદાલતમાં હાજર રહેવા જણાવ્યુ હતું, ત્યારે ખેડૂતને થતી હેરાનગતિ અને યાતના અંગેના અહેવાલ બાદ સફાળું જાગેલ PGVCL તંત્ર દ્વારા નોટીસ ઇસ્યુ કરનાર મહિલા કર્મીની બદલી રાજુલા મુકામે કરી નાખી હતી, જ્યારે નોટીસમાં સહી કરનારા અધિકારી પ્રત્યે PGVCL વિભાગે આંખ આડા કાન કરી લેતા નોટીસ મેળવનાર અને કોર્ટ સુધી ધર્મના ધક્કા ખાનાર ખેડૂત હરેશ સોરઠીયા પણ નારાજ થયા છે, અને સહી કરનારા અધિકારીની બદલી તેમજ તેઓએ વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ ખેડૂત હરેશ સોરઠીયાએ કરી છે.

Latest Stories