/connect-gujarat/media/post_banners/30c1a0fa8bbcf990cda19cbc7c3b00b5997f0094ba44a828b2240d473905bddd.jpg)
અમરેલીના ધારીના કેરાળા ગામે 3 દિવસ પહેલા લોખંડના ખરપિયા વડે ઘાતકીહત્યા કરી ફરાર થઈ ગયેલ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમરેલી જિલ્લાના ધારીના કેરાળા ગામે 4 દિવસ પહેલા પંકચરની દુકાન પર કામ કરતા તેજાભાઇ નામના આધેડની લોખંડના ખરપીયા વડે ઈજા કરીને લોહીલુહાણ હાલતમાં દવાખાને લવાતા મોત નિપજતા ચલાલા પોલીસ દ્વારા હત્યારાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં થોડા વર્ષો પહેલા મૃતક તેજાભાઇ કાળાભાઈના દીકરાએ અકસ્માતમાં હત્યારાના દીકરાનું વાહન અકસ્માતમાં મોતના બદલામાં રીસ રાખી તેજાભાઇની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું અને ચલાલા પોલીસે હત્યારા હસમુખ તેજા રાઠોડ, ઉકા તેજા રાઠોડ અને વિનું રાઠોડને ઝડપી પાડ્યા હતા